
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાએ 40 એપ્રેન્ટિસોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવશે. ITI પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે. સિવિલ ડ્રાફ્ટ્સમેન, ડીઝલ મિકેનિક, વેલ્ડર સહિત વિવિધ ટ્રેડના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ ભરતીમાં ખાસ કરીને સોલાર ટ્રેડના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. STP પાસે આવેલી સોલાર પેનલના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી નગરપાલિકા દ્વારા સોલાર ટ્રેડના ITI ઉમેદવારોની ભરતી કરીને આ કામગીરી સોંપવામાં આવશે.
નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપી હતી. ભરતીના નિર્ણયથી સ્થાનિક ITI પાસ ઉમેદવારોને રોજગારીની તક મળશે, જ્યારે સોલાર પેનલ સહિતની જાળવણી કામગીરી માટે નગરપાલિકાને જરૂરી માનવબળ પણ ઉપલબ્ધ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ