
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લામાં 7 ઓક્ટોબરના રોજ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવશે. યાત્રાના આયોજન અને વ્યવસ્થાઓ અંગે પાટણ સેવા સદન ખાતે કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રાના રૂટ, કાર્યક્રમની રૂપરેખા અને વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરે સંબંધિત અધિકારીઓને યાત્રા દરમિયાન પાણી, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા સહિતની જરૂરી સુવિધાઓ સુચારુ રહે તે માટે આયોજન કરવા સૂચના આપી હતી. વધુમાં વધુ લોકો યાત્રામાં જોડાય તે માટે NGO, NSS સહિતની સંસ્થાઓ સાથે સંકલન કરવા પણ અધિકારીઓને જણાવાયું હતું.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઈવ માધ્યમથી જોડાશે. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ સેવા સેતુના લાભાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, DDO સી.એલ. પટેલ, અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ