
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર LCBએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી નેરાણાવાવ માંથી ઝડપી પાડ્યો છે. આરોપી
ભોળા નાથાભાઈ ગુરગુટિયા પોરબંદર હોવાનું જાણાવા મળી રહ્યુ છે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં 16 જૂન, 2025ના રોજ પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ) અને 81 મુજબ ગુનો નોંધાયો હતો.આ કેસમાં 780 લીટર દેશી દારૂ, જેની કિંમતરૂ.1.56 લાખ હોવાનું નોંધાયું છે.
ગુનો નોંધાયા બાદ આરોપી ભોળા ગુરગુટિયા છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો.પોરબંદર LCBને મળેલી બાતમીના આધારે ટીમે રાણાવાવ હાથી સિમેન્ટ ફેક્ટરી
પાછળ જાંબુવતીના ભોંયરા તરફ જતા રસ્તેથી
આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ BNSS કલમ 35(1) મુજબ તેની અટકાયત કરી રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે તથા મેઘપર પડાણા પોલીસને જાણ કરવાની
કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી LCBના I/C PI આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ ASI રાજેન્દ્ર જોષી સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya