
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના છત્રાવા
ગામે વછરાજ મંદિર ખાતે આજે ‘સેવા સેતુ 2.1’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન
ગ્રામજનોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી
રહે તે માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
છત્રાવા ખાતે યોજાયેલા આ સેવા સેતુ
કાર્યક્રમમાં થેપડા, માંડવા, કંટોલ, કટવાણા, મોડદર, પસવારી, સેંગરસ, કવ્લકા, ભોગસર અને છત્રાવા સહિતના ગામના આશરે 1,017 જેટલા લાભાર્થીઓએ વિવિધ સરકારી સેવાઓ
અને યોજનાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમથી ગ્રામજનોને સરકારી સેવાઓ માટે કચેરીઓના
ધક્કા ખાવા ન પડે અને સેવાઓ સરળતાથી તેમના ગામમાં જ મળી રહે તે હેતુ સિદ્ધ થયો
હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ગામના સરપંચ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ તેમજ
ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya