સોનીની દુકાનમાં ચોરી કરનાર આરોપીને 22 વર્ષ બાદ LCBએ પશ્ચિમ બંગાળથી ઝડપી પાડયો.
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર LCBએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોનાના દાગીનાની ચોરીના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર આરોપીને પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લા માંથી ઝડપી પાડયો છે.આરોપી સામે ગેઝેટ પ્રસિદ્ધિ તેમજ Cr.P.C. કલમ 70 અને 82 મ
સોનીની  દુકાનમાં  ચોરી કરનાર  આરોપીને  22 વર્ષ બાદ LCBએ પશ્ચિમ  બંગાળથી  ઝડપી પાડયો.


પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર LCBએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોનાના દાગીનાની ચોરીના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર આરોપીને પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લા માંથી ઝડપી પાડયો છે.આરોપી સામે ગેઝેટ પ્રસિદ્ધિ તેમજ Cr.P.C. કલમ 70 અને 82 મુજબના વોરંટની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, 21 સપ્ટેમ્બર 2004ના રોજ મેમણવાડા વિસ્તારમાં રહેતા સોના-ચાંદીના દાગીનાના વેપારી અન્સાર અલીમહમદઅલી બંગાલી શેખની પારેખ ચકલા ખાતે આવેલી દુકાનમાં આરોપી અફસરઅલી મુસ્તાકીનઅલી મોન્ડલ સોનાના દાગીના પોલિશ કરવાના કારીગર તરીકે કામ કરતો હતો. તે સમયે દુકાનમાં એકલો હાજર રહી સોનાના અલગ-અલગ દાગીના અને નોકિયા મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,16,500નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

આ અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની સૂચના બાદ LCB I/C PI આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીને આરોપી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સંચીતારા ગામમાં રહેતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હતી. LCBની ટીમે સંચીતારા ગામમાં આરોપીના રહેણાંક મકાનેથી અફસરઅલી મોન્ડલને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને હુગલીની ચીફજ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ

કરી જરૂરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોરબંદર લાવવામાં આવ્યો હતો. ત્યારબા દકીર્તિમંદિર પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande