વડોદરા ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું ‘નમો ફોર વિકસિત ભારત’ નામકરણ
- વડોદરામાં 35 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે, લોગોનુ અનાવરણ - યુનિવર્સિટી પેવેલિયન ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ વડોદરા,05 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા શહેરમાં આગામી સપ્ટેમ્બર માસમાં દ
Naming of Prime Minister Narendra Modi's program to be held at Vadodara as 'Namo for Developed India'


- વડોદરામાં 35 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે, લોગોનુ અનાવરણ

- યુનિવર્સિટી પેવેલિયન ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ

વડોદરા,05 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા શહેરમાં આગામી સપ્ટેમ્બર માસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંદાજે 35 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વડોદરા યુનિવર્સિટી પેવેલિયન ખાતે યોજાનાર આ વિશાળ જાહેરસભાને ‘નમો ફોર વિકસિત ભારત’ નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમના સત્તાવાર લોગોનું અનાવરણ રાજ્ય મંત્રી ડો. મનીષા વકીલ, સાંસદ ડો. હેમાંગ જોશી, મેયર ગીતા મકવાણા, ધારાસભ્ય કેયુર રોકડિયા અને સતિષ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર ડો.અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના હસ્તે થનાર આ વિકાસકાર્યો વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ અને દિશા આપશે. વિવિધ ક્ષેત્રોને આવરી લેતા આ વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી માળખાગત સુવિધાઓના વિસ્તરણ સાથે નાગરિકલક્ષી વિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

‘નમો ફોર વિકસિત ભારત’ જાહેરસભામાં નાગરિકોની સુવ્યવસ્થિત અને સુનિશ્ચિત ઉપસ્થિતિ માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા લોકો રજિસ્ટ્રેશન કરાવીને તેમની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરી શકશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગો અને તંત્ર દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વડાપ્રધાનના વડોદરા આગમનને અનુલક્ષીને કાર્યક્રમ સ્થળ, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સંકલિત રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande